Wednesday, 24 April 2019

કોલીય ગણરાજ્ય

#કોળી,
ગણતંત્રમાંથી સમાજ અને જાતીમા વિભાજીત લોકોનું ગઈકાલ અને આજ.

જે સમાજ પોતાનો ઈતિહાસ નથી જાણતો એ સમાજ ક્યારેય પોતાનો ઈતિહાસ બનાવી શકતો નથી.
એક સમય આવે છે જ્યારે આપણામાથી દરેક વ્યકિત પોતાને એક પ્રશ્ન કરે છે કે
હુ કોણ છું?
મારા વડવાઓ કોણ હતા?
એ લોકો ક્યાંથી આવ્યા હતા?
એ લોકો કેવી રીતે રહેતા હતા ?
એના કામો કેવા હતા અને એમના સુખ દુ:ખ શુ હતા?
આ એ મુળભુત સવાલો છે જેના જવાબો મેળવવા રહ્યા કારણ કે આપણે આપણી જડ(મુળીયા) ને ઓળખી શકીએ તો જ આપણો મુળ અને ખરો ઈતિહાસ જાણી શકીએ.

ભારતના પ્રાંગઐતિહાસિક કાળથી લઈને સિંધુ ધાટી સભ્યતા થી મધ્ય યુગીન ભારત અને આધુનિક ભારતના ઘડતરમાં કોળી સમાજનુ યોગદાન પાયાનું છે, કોળી એ કોઈ જાતિ નહતી પરંતુ શ્રમણ સંસ્કૃતિના એક કોલીય ગણરાજ્ય માથી છુટો પડેલો એક બહુસંખ્યક સમાજનો ભાગ છે. આ શ્રમણોએ જ સભ્યતાને જન્મ આપી. ધરતીની છાતી ચીરીને ખેત-ખલિયાણો બનાવ્યા. જંગલી જાનવરોને કાબુ કરીને એની સવારી કરી, માટીના વાસણો બનાવ્યા,હથિયાર-ઓજારો બનાવ્યા અને માટીના લીંપણ પર લીપી ની લકીરો ખેંચી. શ્રમણો વગર સભ્યતા અને સાહીત્ય  શું શક્ય છે?

મુળભુત રીતે કોળી સમાજ જમીન સાથે જોડાયેલો ખેતીપ્રધાન સમાજ રહેલો છે. કોળી સમાજના શ્રમણોનું સાહીત્ય મુળભુત રીતે ખેતીહર સમાજનુ સાહીત્ય છે અને ખેતીની સભ્યતાને જન્મ આપનાર જ કોળી સમાજ છે, જેમાં એમની સંપુર્ણ આશા,આકાંક્ષા,ઉલ્લાસ અને ઉત્સવની અભિવ્યંજના સમાયેલી છે એ સાહીત્ય શ્રમશીલ લોકોનું શ્રમના મુલ્યોનુ રેખાંકન કરે છે.
એમા કૃષિ-પશુપાલન અને વિભિન્ન પ્રકારની કારીગીરી સાથે જોડાયેલા લોકોની યુગ યુગની પીડા,વેદના, યુગ યુગ ની પ્રથા ગાથા અને પરંપરા જોવા મળે છે.બીજા શબ્દોમાં કહીએ તો શ્રમણ સાહીત્ય ભારતની કોળી સમાજના જીવન અને સંસ્કૃતિનો એ દસ્તાવેજ છે જેમાં એમની જીવીકા,જીવન સંઘર્ષ, ખાનપાન, સામાજીક ઢાંચો,રીતી-રીવાજ,વેશ-ભુષાથી લઈને પર્વ-તહેવારો, કલા અને જીવન દર્શનના વિવિઘ આયામો અને વિવિઘ પક્ષોનું ઉદ્દઘાટન થાય છે.

ખેતી ભારતના કોળી સમાજનો મુખ્ય વ્યવસાય છે. ખેતી એ શ્રમણ સંસ્કૃિતનુ પ્રતિક છે. આ દેશમાં ખેતીવાડી સાથે સંકળાયેલા કોળી સમાજના લોકો શ્રમણ સંસ્કૃિત નો વારસો છે. બ્રાહ્મણવાદીઓ દ્વારા શ્રમને આ દેશમાં હમેશાં નીચું ગણવાની કોશિશ કરેલી છે,પછી એ વિધાર્થીઓને કરવામાં આવતી તુચ્છ કોમેટ ના સ્વરૂપે હોય "ભણશો નહી તો ડોબા ચરાવવા પડશે". શ્રમણોએ ધરતી ની છાતી ચીરીને ખેતરોનું નિર્માણ કર્યું એ શ્રમણો ના સાહિત્ય મા ધાન્યથી લહેરતા ખેતર છે, મહેનત ના પરસેવે ખુશખુશાલ ખેડુત છે. ગાય, ભેંસ, વછેરું છે. ભૂખ છે, ચટણી રોટલો અથાણું અને છાશ છે.

ઐતિહાસિક પૃષ્ઠભુમિ જોતા કોળી સમાજે ભારતને અનેક વિરલા આપ્યા છે.
૧. તથાગત ગૌતમ બુદ્ધની માતા મહામાયા કોળી વંસજ હતા.
૨. મહાન રાજા ચદ્રગુપ્ત મૌર્ય કોળી હતા.
૩. અને એના કુળના વંસજ રાજા કોળી સમાજથી હતા.
૪. સંત કબીર જે વ્યવસાયે જુલાહા હતા તેમણે ઘણા ભજનોમાં લખ્યું છે કે “कहत कबीर कोरी” એમણે સ્વયંને કોળી કહ્યા છે.
૫. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી મહારાજની સેનાનો ગર્વપુર્વક ઈતિહાસની શોર્યગાથા કોળી લડાકુઓ વગર અઘુરી છે અને શિવાજી મહારાજના મુખ્ય સેનાપતિ તાનાજી રાવ કોળી હતા જેને શિવાજી “मेरा शेर” કહીને સંબોધતા હતા એ તાનાજી જ્યારે કોડના ગઢ જીતવાની લડાઈમાં શહીદ થયા ત્યારે શિવાજી મહારાજે તાનાજી ની સ્મૃતિમાં એ કીલ્લાનુ નામ બદલીને “સિંહાઢ” રાખેલું.
૬. 1857 ના સ્વતંત્રતા સગ્રામમા કોળી સમાજ ની પરાક્રમી વિરાંગના ઝલકારી બાઈ કોળી કે જેણે ઝાંસી ની રાણી લક્ષ્મીબાઈ નો જીવ બચાવવા પોતાના પ્રાણ ની આહુતિ આપી દિધી હતી.ઝલકારીબાઈ પોતાના કટકદળ સાથે 'રાણી લક્ષ્મીબાઈ' બની ને અંગ્રેજો સામે મર્દાનગીથી ઝીંક ઝીલતી રહી. અંગ્રેજો ના છક્કા છુટી ગયા. રાણી બચી ગયા. પતિ પુરણ કોળી અને વિરાંગના ઝલકારી બાઈ શહીદ થયા.બ્રિટીશ સેનાપતિ જનરલ હ્યુરોજ બોલી ઉઠ્યો, "ભારત ની એક ટકો યુવતીઓ આ છોકરી ની જેમ માતૃભુમી માટે પાગલ બની જાય તો અમારે અહીં થી ઉચાળા ભરવા પડે..."

જ્યારે ગાંધીજી 9 જાન્યુઆરી 1920મા દક્ષિણ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે એમની સાથે ત્યાં જે લોકો હતા એ પણ પાછા આવ્યા. ગાંધી બાપુને આપણા લોકોના ચરિત્ર અને પ્રામાણિકતાની વ્યકિતગત જાણકારી હતી.
એટલા માટે જ જ્યારે 1930મા દાંડી માર્ચના સ્થળની પસંદગી કરવાનો સમય આવ્યો ત્યારે ગાંધી બાપુ એ દાંડીની પસંદગી કરી. કેમ દાંડીની જ પસંદગી કરી? જ્યારે તે સમયે ઘણા પક્ષોનું દબાણ પણ હતું પરંતુ ગાંધી બાપુને કોઈ પરિયોજનાને સફળતાપુર્વક  પાર કરવા માટે આપણા લોકોના સાહસ અને કોઠાસૂઝ પર પુરો વિશ્વાસ હતો અને જે પ્રમાણિત પણ થયો.

ગુજરાત ના કોળી સમાજ ના લોકો બક્ષીપંચ અર્થાત અન્ય પછાત વર્ગ ની શ્રેણી માં આવે છે અને ગુજરાત સિવાય ના અન્ય તમામ રાજ્યો ના કોળી લોકો ને અનુસુચિત જાતિ(SC) નો બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે. જનગણના અનુમાન પ્રમાણે બહુસંખ્યક કોળી સમાજ 1040 ઉપ સમૂહમાં વિભાજીત છે.

તથાગત બુદ્ધના 2000 વર્ષ પછી કાળની થપાટોએ કોળી સમાજને ઘણી હાની પહોંચાડી છે. એવું જાણવા મળે છે કે એક સમયનું શકિતશાળી કોલીય ગણ સામ્રાજ્ય જેના લોકો પરિશ્રમિ-કુશળ-નિષ્ઠાવાન-આત્મનિર્ભર હતા તે આજના ગુજરાત અને ભારતમા રાજનીતીક શકિત ગુમાવી બેઠો છે.

એક સમાજ જેણે એની દેવી મુબાં દેવીના નામ પર મુંબઈ ની સ્થાપના અને નિર્માણ કર્યુ તે આજે રાજનીતીક અને શિક્ષાની મુખ્ય ઘારામાં આવવા અનેક અડચણોનો સામનો કરી રહ્યો છે.

આ પ્રમાણે એક સમયે વિશ્વને પ્રેમ-કરુણા અને અહિંસાનો સંદેશ આપનાર બુદ્ધ ઘર્મના સ્થાપક તથાગત બુદ્ધ કે જેનો ઘર્મ આજે વિશ્વના 47 દેશોમાં પોતાની ધ્વજ પતાકા લહેરાવે છે, અખંડ ભારતના નિર્માતા અને ભારતની સરહદોને મોંગલિયા સુધી વિસ્તારિત કરનાર ચદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોકના વંશજ કોળી સમાજના લોકો છે. કોળી સમાજે દેશ અને દુનિયાને મહાન બાળકો આપ્યા છે જેની શિક્ષાની સાર્વભૌમિક મહત્વ અને પ્રાસંગિતતા આજના આધુનિક જીવનમાં પણ છે.

આપણી વર્તમાન પરિસ્થિતિ માટે આપણે ઉડુ ચિંતન કરવું જરુરી છે. ઈતિહાસમા હમેશાં એવું થતું આવ્યું છે કે જે સમાજ માનસિક ગુલામીની ગર્તામા ઘકેલાય છે તેવો શકિતશાળી સમાજ પણ પતનને પ્રાપ્ત થાય છે,અદ્રશ્ય થઈ જાય છે કે પછી અકિંચન બનાવી દેવામાં આવે છે,કારણ કે ભૌતિક ગુલામી કરતા માનસિક ગુલામી વઘારે ખતરનાક છે.

આ સંસારમાં જયા યોગ્યતાની જીત નો નીયમ હોય છે ત્યાં લોકોએ મહાન પ્રયાસ કરવો પડે છે અને કુરબાની-ભોગ આપવો પડતો હોય છે કારણ કે સમાજ બુદ્ધિમાન લોકોના નેતૃત્વ મા એક થાય અને ફરિ થી ઈતિહાસ લખવાનું ચાલુ કરે.

ગુજરાતમાં કોળી સમાજની 34 ટકા વસ્તી અને 23 ટકા મતો છે, જો કોળી સમાજ પછાતો અને વંચિતોનુ નેતૃત્વ પોતાના ખભ્ભા પર લે તો ગુજરાતમાં એક મોટી રાજનીતીક શક્ત તરીકે ઉભરી આવે એમ છે.
કોળી સમાજ પાસે હજારો સ્નાતક અને વ્યવસાયી છે, ઉચ્ચ યોગ્યતા વાળા ડોકટર, એન્જિનીયર, વકીલ અને કુશળ ટેકનોક્રેટ છે જે ભારત અને અન્ય દેશોમાં રહે છે. એ બઘા લોકો પોત પોતાની કુશળતાનો ઉપયોગ પૈસા બનાવવા, ભૌતિક પ્રદાર્થો અને અન્ય નાના સુખો પાછળ ઉપયોગ કરતા નજરે પડે છે. ભૌતિક સુવિધા આવશ્યક છે પણ આપણી પ્રાથમિકતા કોળી સમાજના લોકોમા સામાજીક અને રાજનીતીક સમજ વિકષે અને શાસક બનીને રહે, ફક્ત પ્રજા વર્ગ બનીને ના રહે.

આપણી વર્તમાન પેઠી ના સુખી સંપન્ન લોકો સ્વયંને સમાજનો મશાલચી તરીકે જોવે અને  સમાજમા પરસ્પર સંવાદ સ્થાપિત કરવા માટે એકતા કાયમ કરે અને પોતાના અતીતના ગૌરવને પુન:સ્થાપિત કરવા માટે જબરદસ્ત શક્તિનું નિર્માણ કરે એજ અભ્યર્થના.

🌹જય કોળી સમાજ🙏ઉઠો જાગો અને કોળી સમાજ ના હક માટે જાગૃતતા લાવો🙏
બીજા કોઈ આપણું ભલું કરવા નહીં આવે.સમાજ ના પ્રત્યેક વ્યક્તિ એ જવાબદારી લેવી પડશે🙏