Saturday, 2 January 2016

ચુવાળીયા ઠાકોર સમાજ

ઠાકોર
ઠાકોર મુળ ક્ષત્રિય સમાજનો એક ભાગ છે. તે ક્ષત્રિય રાજપુતની જાતિનો એક વર્ગ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક ક્ષત્રિયો પાલવી દરબાર-પાલવી ઠાકોર-જાગિરદાર, રજપુત તરીકે ઓળખાય છે. ગુજરાતમાં વસતી આ કોમ (વંશ- પરમાર, ચૌહાણ, સોલંકી, ચાવડા, રાઠોડ, મકવાણા, ઝાલા, વાઘેલા, પઢિયાર, ડાભી, જાદવ વગેરે) ઠાકોરો તરીકે ઓળખાય છે. આ કોમ તેના લડાયક મિજાજ માટે ગુજરાતભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. દા.ત. પાલવી દરબાર-પાલવી ઠાકોર-પાલવી રજપુત સામંત વગેરે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો રજપૂતોની જાતિઓ છે.

આ ક્ષત્રિય સમાજ ગુજરાતમાં વિશાળ સંખ્યામાં વસે છે. ક્ષત્રિય ઠાકોર ઉત્તર ગુજરાતમાં તેના પહેરવેશ અને નામને કારણે હમેશાં ખ્યાતિમાન છે. યુવાનો કાનમાં મરચી કે ગોખરુ અથવા બુટ્ટીઓ તેમજ કેડે કંદોરા અને ખભા ઉપર ખેસ કે માથે સાફો અથવા તો પાઘડી પહેરે છે. ઉપરાંત વડીલો ઘેરદાર ધોતી અને પહેરણ પહેરે છે અને પગમાં મોજડી અથવા તો બુટ પહેરે છે. સ્ત્રીઓ ઘેરદાર ઘાઘરા અને સાડલો (સાડી) તેમજ પગમાં કડલાં, કાંબીયુ કે સાંકળા પહેરે છે. ઉપરાંત ગળામાં ટુપિયો અને અન્ય આભુષણો પહેરે છે. આ જાતિના લોકો પોતાની ખાનદાની અને ત્યાગની ભાવના માટે પ્રાચિન સમયથી પ્રખ્યાત છે.

ઠાકોર શબ્દનો અર્થ છે, જમીનનો માલિક, ઠાકુર, પ્રદેશનો અધિપતિ, માલિક, સ્વામી, સરદાર, નાયક, અધિષ્ઠાતા, ગામધણી, ગરાસિયો, તાલુકદાર, નાનો રાજા, લડાયક જાતિની પ્રજા,રજપુત, અને (ક્ષત્રિય) કોમની એ નામની અટક. ગુજરાતમાં હાલમાં ક્ષત્રિય તરીકે ઓળખાતા આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમ કે પરમાર, સોઢા પરમાર, સોલંકી, ચૌહાણ, ડાભી , રાઠોડ, ગોહેલ અથવા ગોહીલ, પઢિયાર, ઝાલા, મકવાણા, વાઘેલા ચાવડા, જાદવ, ભાટી વિગેરે. આ ઉપરાંત કેટલાક ઠાકોરો તેમના મુળ ગામના નામથી કે તેમના સાહસિક પુર્વજોના નામ કે ફરજના હોદ્દાઓના નામથી પણ ઓળખાય છે. આ તમામ સમુહો કે અટકો ધરાવતા ક્ષત્રિયો પ્રાચિન ભારતના ક્ષત્રિયો છે.

સમાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાતવર્ગના આ ક્ષત્રિયો કે જે પરદેશી અમલ શરુ થયો તે પહેલાં આ ક્ષત્રિયોના પુર્વજો નાની મોટી ઠકરાતો ધરાવતા હતા. અને બીજા કેટલાક રાજા –રજવાડાઓમાં લશ્કરમાં સૈનિક કે સેનાપતી તરીકે કામ કરતા હતા .તેમજ કેટલાક રાજાના દરબારમાં, સામંત કે જમીનદાર અથવા ઠાકુર કે ઠાકોર અને ગરાસિયા તેમજ તાલુકદાર તરીકે ફરજ બજાવતા હતા. પરદેશીઓનુ રાજ્ય વિસ્તરવા લાગ્યું તેમ તેમ રાજા રજવાડાઓ વિલિન થતા ગયા. કેટલાકે પરદેશીઓની આધીનતા સ્વીકારી. એ સમયના કેટલાક શાસકોએ આ ક્ષત્રિયોને પરાસ્ત કરીને તેઓની જમીનો, માલ મિલ્કત વિગેરે પડાવી લીધુ. અને આથી આમ આ સમગ્ર કોમ નિરાધાર થવા લાગી. ધીમે ધીમે આ લડાયક, સ્વમાની ત્યાગની ભાવના ધરાવતી કોમ ખેતીન ધન્ધા તરફ વળી. રાજા રજવાડા ના લશ્કરમાં વર્ષો સુધી પોતાના પરીવારની પરવા કર્યા વિના કામ કરવાને કારણે આ કોમ પોતાને એક શૂરવીર યોદ્ધા તરીકે ઓળખાવી શકી પણ પોતાની જાતિને કે સંતાનોને સાક્ષર બનાવી શકી નહી. તેમજ વર્ષો સુધી આ કોમ એક શૂરવીર તરીકે બીજાઓના રક્ષણ માટે પોતાના બલિદાનો આપી દીધા .પણ પણ પોતાના ત્યાગની અને સમર્પણની ભાવનાને આ સમગ્ર કોમ પછાત અને અભણ રહી ગઈ . પોતાની ઓછી જમીન , સાધન સામગ્રીનો અભાવ, અજ્ઞાન, વ્યસન અને ખોટા ખર્ચાઓ તેમજ કુરીવાજોને કારણે આર્થિક તથા સામાજિક રીતે ઘસાતી ગઈ. શેઠ શાહુકારો અને જમીનદારના દેવામાં ડૂબી ગઈ. સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી .તેથી આ સમગ્ર જાતિ ઉપર આવી પડેલી કરુણ પરિસ્થિતિમાં તેમાંના કેટલાક સ્વમાની લોકો ઝનૂને ચડ્યા અને બહારવટે નિકળ્યા. પ્રામાણિક , મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા ઉપર જુલમ બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકારો અને પોતાને મોટા દેખાવાનો આડંબર કરતા પોતાના જ બન્ધુઓએ કર્યો. મોગલ સામ્રાજ્ય તેમજ અંગ્રેજો કે બીન ક્ષત્રિય ઇતિહાસકારો એ આ સમગ્ર પ્રજાને જુદા જુદા નામ આપ્યા અને ગુલામ પણ બાનાવ્યા. કારણ કે તે વખતે આ સમગ્ર કોમ પોતાની અજ્ઞાનતાના કારણે પોતાના વંશ કે કુળને આગળ ધરી ઉંચ નીચના ભેદભાવમાં માહલતી હતી. પ્રામાણિક, મહેનતુ અને ખમીરવંતી આ પ્રજા અંગ્રેજ લેખકોએ કે બીન ક્ષત્રિય હોય તેવા ઇતિહાસકરોએ જુદા જુદા નામથી સંબોધવા લાગી. જેમાં આ ઇતિહાસકરોએ સમગ્ર કોમને પાલવી દરબાર, પાલવી ઠાકોર, પાલવી રજપુત, બારૈયા,પાટણવાડીયા, ધારાળા તરીકે ઉપમા આપી. જેથી જુદા જુદા વિસ્તારોમાં આ સમગ્ર ક્ષત્રિય જાતિ અલગ અલગ સમુહોના નામથી ઓળખાય છે. પરંતુ વાસ્તવમાં આ સમગ્ર જાતિ એ આગળ કહી ગયા તેમ સ્વભાવે સાહસિક અને લડાયક એવી આ ક્ષત્રિય જાતિ અગાઉ પ્રતિષ્ઠા અને આદર ધરાવતી હતી. તે પોતાના સામાજીક શૈક્ષણિક અને આર્થિક પછાતપણાને કારણે વિસરી ગઈ છે.

આ પછાતવર્ગના આ ક્ષત્રિય રજપુત ઠાકોર કે પછાત ક્ષત્રિયો કે જેઓ ઉપર જણાવ્યા મુજબ જુદા જુદા નામોથી ઓળખાય છે અને ગુજરાતમાં આ સમગ્ર ક્ષત્રિય રજપુત જાતિ, કોઇ ઉત્તર ગુજરાતમાં ઠાકોર કે દરબાર તરીકે, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં રજપુત તરીકે ઓળખાય છે અને સૌરાષ્ઠમાં ચુવાળિયા ઠાકોર અને બારૈયા તરીકે ઓળખાય છે. આ બહુવિધ ક્ષત્રિય સમુહો વિવિધ અટકો પણ ધરાવે છે. જેમકે પરમાર, સોઢા પરમાર, સોલંકી, ચૌહાણ, ડાભી, રાઠોડ, પઢિયાર, ઝાલા, મકવાણા, વાઘેલા, ચાવડા વિગેરે. ઠાકોર ક્ષત્રિય પણ હોઇ શકે અને ક્ષત્રિય કે રજપુત ઠાકોર પણ હોઇ શકે.

ક્ષત્રિયોની સાથે અન્યાય ભારતનો ઇતિહાસ મુખ્યત્વે શરુઆતમાં વિદેશી ઇતિહાસકારો કે જે , ભારત પર આક્રમણ કરવાવાળી જુદી જુદી જાતિઓના સમુહો હતા. અથવા તો તેમના દાસ કે ગુલામ હતા. જેઓએ ઇતિહાસ લખ્યો. આ ઇતિહાસકારોએ કેટલાક કથનનોનો આધાર બનાવી ને અથવા તો તેમાં જોડ તોડ કરીને ,તેમજ આપણા ઇતિહાસકારોએ પણ વસ્તુ-સ્થિતિની ઉંડાઈમાં ગયા વગર ખાસ કરીને પ્રાચિન ક્ષત્રિયો અને મધ્યકાલિન રાજપૂતો ના વિષે જે લખ્યુ છે. તે ખરેખર ભારતના તમામ ક્ષત્રિયો સાથે અન્યાયકર્તા છે. આ ઇતિહાસકારો કેજેઓ કાંતો બિન ભારતીયો હતા .કે કાંતો બીન ક્ષત્રિયો હતા. તેઓએ સમગ્ર ક્ષત્રિય જાતિને જુદા જુદા સમુહોમાં વિભાજીત કરી નાખ્યા. મોંગલ સામ્રાજ્યના સમયમાં મોગલોએ ચતુરાઇ નો ઉપયોગ કરીને સૌથી પહેલાં લડાયક અને ઝનૂની એવી ક્ષત્રિય જાતિને વટલાવવા લાગ્યા. જેમાં કેટલાય ક્ષત્રિયો એ મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો .તેમજ કેટલાકે મોગલોની તાબેદારી સ્વીકારી.અને કેટલાક ક્ષત્રિયો ખંડણીયા થઈ ગયા. આમ આ રીતે ક્ષત્રિય જાતિને અલગ થલગ પાડી દીધી. કારણ કે પરદેશી આક્રમણકારો એ વાતથી વાકેફ હતા કે , ભારતમાં જો કોઇ સૌથી વધારે લડાયક અને ઝનૂની કોમ હોયતો તે ક્ષત્રિયો કે રાજપુતો છે. જે ક્ષત્રિયો મુસ્લિમ સાશકોના પ્રસંશકો હતા તે બાકીના ક્ષત્રિયોને નીચા ગણી તેમને હડધુત કરવા લાગ્યા. અને પોતાને ઉંચા ગણવા લાગ્યા. ત્યારબાદ ભારતમાં પરદેશીઓ તરીકે ગોરા લોકો (અંગ્રેજો) એ પોતાને સત્તા જમાવવા ક્ષત્રિયો કે રાજપુત રાજાઓને પોતાના તાબે કરી ક્ષત્રિયોમાં ‘ભાગલા પાડોને રાજ કરો”ની નીતિ સમગ્ર ક્ષત્રિય જાતિને વેર વિખેર કરીને ક્ષત્રિય જાતિ સામે સૌથી મોટો અન્યાય કરવામાં. અને સમગ્ર ક્ષત્રિય જાતિને અલગ અલગ નામો કે અટકોથી વિભાજીત કરી નાખ્યા. મોગલો કે અંગ્રેજોના ત્રાસથી બચવા (તેમજ પોતાના પરેવારને કે કુટુંબને ) કે બચાવા સમગ્ર મુળ નિવાસી ક્ષત્રિય જાતિએ પોતાના નામ કે અટક બદલી નાખ્યા. અને પોતાના પ્રદેશને કાયમને માટે છોડીને સ્થાળાંતર કરી ગયા. જે લોકો પરદેશીઓ કે મોગલો કે અંગ્રેજોના વફાદાર રહ્યા તે પોતાને ઉંચા કહેવરાવે છે. જ્યારે જે ક્ષત્રિયો પોતાના સ્વમાન ખાતર પોતાની મિલ્કતો છોડીને કાયમને માટે બીજે સ્થળે વસ્યા તે ક્ષત્રિયોને પરદેશી આક્રમણકારોના ગુલામો નીચી જાતિના ગણવા લાગ્યા. અને આમ જે ક્ષત્રિય જાતિ જે વિસ્તારમાંથી આવી હતી તે પ્રદેશ કે સ્થળ તેમજ પોતાના વતનના નામોથી ઓળખાવા લાગી. ખાસ કરીને અંગ્રેજોએ આ કોમને જુદા જુદા નામો આપ્યા અને સ્થાનિક શાહુકારો કે ઇતિહાસકારોએ એમાં પુરોપુરો સાથ આપ્યો. આ ક્ષત્રિય જાતિના કેટલાય લોકોએ મોગલો કે અંગ્રેજો સામે પોતાને થયેલા અન્યાય સામે યુદ્ધે ચડેલા. આમ પરદેશી આક્રમણકારોએ સમગ્ર ક્ષત્રિય જાતિને વિભાજીત કરીને ભારત ઉપર શાસન કર્યુ.

અત્યારે સ્વતંત્ર ભારતમાં હાલમાં પણ સમગ્ર ક્ષત્રિય જાતિને (ખાસ કરીને ગુજરાતમાં રાજપૂત અને ઠાકોર કે દરબાર, અલગ અલગ કરીને વિભાજીત કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં ઠાકોર એ પણ ક્ષત્રિય છે. અને રાજપૂત એ પણ ક્ષત્રિય છે. ક્ષત્રિય એ ઠાકોર હોઇ શકે.ક્ષત્રિય એ રજપૂત પણ હોઇ શેકે.પણ ક્ષત્રિય અન્ય ના હોઇ શકે. પહેલાં ઇતિહાસકારો રાજપૂતોને વિદેશીઓની ઓલાદ કહેતા હતા. ઇતિહાસકારો રાજપૂતોને ક્ષત્રિયો માનવા પણ તૈયાર નહોતા. આ ક્ષત્રિયોના પુર્વજો હજારો વર્ષોથી પોતાનો ઇતિહાસ સાચવીની બેઠા છે. આ ક્ષત્રિયો જમીનદારો હતા અને રહેશે. આ ક્ષત્રિયો સામંતો હતા અને રહેશે. આ ક્ષત્રિયો દરબારો હતા અને છે. આ ક્ષત્રિયો રજપુત છે અને રહેશે. આ ક્ષત્રિયો સાહસિક , લડાયક ,ઝનુની . પ્રામાણિક, મહેનતુ અને ખમીરવંન્તા અને ખાનદાની છે અને કાયમ રહેશે. હવે ક્ષત્રિયો પોતાનો ઇતિહાસ પોતે લખશે. આ છે પાલવી દરબારો-પાલવી ઠાકોરો-પાલવી રજપુત, જાગિરદારો. પ્રતિષ્ઠા અને આત્મસાતતા

ઘણા ઔતિહાસિક રાજકર્તાઓ અન્ય વર્ણમાંથી આવેલા છે, અથવા અહિન્દુ વિદેશી આક્રમણકારોમાંથી ઉતરી આવેલા છે, અને તેમને કાંતો ક્ષત્રિય મોભો પ્રદાન કરાયો અથવા તેઓએ પોતાને ભૂતકાલીન ક્ષત્રિય રાજ્યકર્તાઓ સાથે જોડતા કાલ્પનિક કૌટુંબિક ઇતિહાસો બનાવ્યા. ઉદાહરણ તરીકે, શક, યવન, કમ્બોજ, પહેલવિ, પરદા વગેરે, જેઓ ઉત્તરપશ્ચિમિ વિદેશી આક્રાંતાઓ હતા,પરંતુ તેઓ ભારતીય સમાજમાં ક્ષત્રિયો તરીકે ભળી ગયા.